જામનગરમાં ટેક ફેસ્ટ 2020નું આયોજન, આધુનિક ટેક્નોલોજીથી ઉદ્યોગકારો થશે વાકેફ - jamnagar news updates
🎬 Watch Now: Feature Video
જામનગર: બ્રાસ નગરી તરીકે ઓળખાતા જામનગરમાં ઉદ્યોગ સાહસિકો આધુનિક ટેક્નોલોજી અને આધુનિક મશીનોથી વાકેફ થાય તે માટે ટેક ફેસ્ટ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારા ટેક ફેસ્ટ 2020માં 400 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. બ્રાસ પાર્ટના ઉદ્યોગકારો અન્ય દેશ સાથે તાલ મેળવી શકે તેમજ જમાના સાથે આગળ વધે તેવા ઉદ્દેશ્યથી ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવા ઉદ્યોગકારો બ્રાસના ઉદ્યોગમાં આધુનિક ટેક્નોલોજીથી બિઝનેસ કરે અને દેશની ઇકોનોમીમાં મહત્વનો ફાળો આપે તે જરૂરી છે.