તાલાલામાં જાહેરનામાંનો ભંગ કરી સ્વીમીંગ કરનારા તેમજ જુગાર રમનારાઓની પોલીસે કરી અટકાયત - RR Cell of Junagadh Range
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7854187-601-7854187-1593630744305.jpg)
ગીર સોમનાથઃ જિલ્લાના તાલાલા વીસ્તારમા આવેલા ચોહાણ ફાર્મમાં જૂનાગઢ રેન્જના આર.આર.સેલે રેડ કરી હતી. જેમાં પોલીસે જુગાર રમતા તેમજ સ્વીમીંગપુલમાં સ્વીમીંગ કરનારા 32 વ્યક્તીની ધરપકડ કરી હતી. જેમાં 15 વ્યક્તી જુગાર રમી રહ્યાં હતા, જ્યારે 17 વ્યક્તી સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કરી રહ્યાં હતા. પોલીસે તમામની અટકાયત કરી હતી, તેમજ મોબાઈલ, બાઈક સહીત 1.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારધારા તેમજ જાહેર નામાના ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરી આરઆરસેલે તમામ આરોપીઓને તાલાલા પોલીસને સોપ્યા હતા ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.