કેશોદ તાલુકામાં શ્રાવણ માસમાં આંબે કેરી આવતા લોકોમાં આશ્ચર્ય - શ્રાવણ માસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8265731-thumbnail-3x2-mango.jpg)
જૂનાગઢના નાની ઘંસારી ગામે ખેડૂત કરશનભાઇ હડીયાની વાડીએ સિઝન વગર આંબામાં કેરી આવતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. કેરીની સિઝન પુરી થવાના દોઢ મહીના બાદ પણ આંબામાં કેરી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે.સરેરાશ આંબામાં આવેલી કેરીની સિઝન ચોમાસાની શરૂઆતમાં પુર્ણ થાય છે. જ્યારે ચોમાસાના દોઢ મહીના બાદ પણ આંબામાં કેરી જોવા મળી રહી છે. જો કે, હાલમાં આંબામાં માત્ર એક જ કેરી છે. નર્શરી ધરાવતા તથા આંબાની કલમો તૈયાર કરતા નિષ્ણાંતોના કહેવા મુજબ આ એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના ગણાવી રહયા છે. તેમજ બારમાસી આંબાની કલમોમાં વર્ષમાં બે થી ત્રણ વખત કેરી આવે છે, પણ તે શ્રાવણ મહીનામાં ફળ આવતા નથી અને તેમાં કેરીનું મોટું ફળ પણ થતું નથી. તેમજ એક અનુભવી ખેડૂતે આ કેરીને પાયરી જાતી તરીકે ઓળખાવી રહ્યા છે.