ચુડા તાલુકાના ખેડૂતોને ઓછો પાક વીમો ચૂકવાતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ ચુડા તાલુકાના ચોકડી અને જુની મોરવાડના ખેડૂતોને ઓછો પાક વિમો ચુકવાતા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યુરન્સ કંપનીમાંથી ચુડા તાલુકાના ચોકડી અને જુની મોરવાડ ગામના ખેડૂતોએ પાક વીમો લીધો હતો. ગત વર્ષે 2018-19 અછતગ્રસ્ત જાહેર થતા અન્ય ગામોની તુલનાએ ચોકડી અને જુની મોરવાડ ગામના ખેડૂતોને ઓછી માત્રામાં પાક વિમો મળ્યો હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી. ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. આથી, આ બાબતે 15 દિવસમાં યોગ્ય ન્યાય નહીં મળે તો, ઉપવાસ કરી આંદોલન ઉપર ઉતરી જવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.