સુરતના પાંડેસરા વિસ્તારમાંથી યુવકનો તરતો મૃતદેહ મળી આવ્યો - યુવકનો તરતો મૃતદેહ મળી આવ્યો
🎬 Watch Now: Feature Video
સુરતઃ પાંડેસરના આવેલી તેરે નામ ચોકડી પાસે આવેલી ખાડીમાં યુવાનની લાશ જોઈ રાહગીરોએ પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢીને હત્યા કે આત્મહત્યા અંગે તપાસ હાથ ધરી હતી.જોકે પોલીસને આશંકા છે કે હત્યા કરી મૃતદેહને ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હશે.મૃતકની ઓળખ માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસને પ્રાથમિક તબક્કે હત્યા કે આત્મહત્યા અંગેની કાર્યવાહી હાથ ધરી છે.