શહેરીજનો પાસેથી કરવામાં આવતી ટ્રાફિક દંડની વસુલાત બંધ કરવાની સુરત કોંગ્રેસે કરી માગ - ટ્રાફિક દંડ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7791439-451-7791439-1593243533538.jpg)
સુરત: કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે બે માસથી વધુ સમય ચાલેલા લોકડાઉનમાંથી હાલ બહાર જ આવ્યા છે. તેમજ બે માસ સુધી ચાલેલા લોકડાઉનના કારણે તમામ ધંધા - વેપાર બંધ હોવાથી લોકો કપરી સ્થિતિમાંથી પસાર થયા છે. જોકે, અનલોક 1 બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારે આપેલી છૂટછાટ બાદ ધંધા વેપાર હાલ શરૂ થયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં શહેર પોલીસ દ્વારા શહેરના વાહન ચાલકો પાસેથી કરવામાં આવતી ટ્રાફિકના દંડની વસુલાત હાલ પૂરતી બંધ કરવાની માંગ ઉઠી છે. સુરત શહેર કોંગ્રેસ દ્વારા આ મામલે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.