દશેરા પર્વે દ્વારકાધીશજીના બાળ સ્વરૂપ દ્વારા કરાયું સમરી પૂજન - Child form of Dwarkadhishji
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દર વર્ષે હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે અને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીંની પરંપરા મુજબ ભગવાન શ્રી દ્વારકાધીશ વર્ષમાં માત્ર 4 વખત બહાર નગરમાં ભ્રમણ માટે નીકળે છે અને ખુદ નગરને જોવા તેમજ દર્શન આપવા જાય છે. ભગવાન શ્રી દ્વારકાધીશનું બાળ સ્વરૂપ દશેરાના દિવસે બહાર પૂજારી પરિવાર દ્વારા લાવવામાં આવ્યું હતું અને ભગવાન સમરી પૂજન કરવા નીકળ્યા હતા.