વડોદરાઃ નુર્મ બી.એસ.યુ.પીના લાભાર્થીઓને નવા મકાનો આપવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા રજૂઆત - અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન
🎬 Watch Now: Feature Video
વડોદરા: અટલાદરમાં નુર્મ બી.એસ.યુ.પી યોજના ફેઝ-3 હેઠળ શિવાજી પુરાના લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા હતા. જો કે, ફક્ત 5 વર્ષના સમયગાળા દરમિયાન જ આ મકાનો જર્જરિત બન્યા છે. જેથી વરસાદી માહોલમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશી રહ્યા છે, ત્યારે ગુરુવારે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા લાભાર્થીઓને નવા મકાન આપવા માટે રાવપુરા પાલિકાની કાર્યપાલક ઈજનેરની કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.