ધોરણ 10માં બેઝિક ગણિત રાખનાર વિધાર્થીને મળશે વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ: જીતુ વાઘાણી - વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ
🎬 Watch Now: Feature Video
ગુજરાત (Gujarat education)માં ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઝિક ગણિત (basic maths in ssc) વિષય રાખે તો તેમને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ (Admission in science) આપવામાં આવતો ન હતો તેવો નિયમ અમલી હતો પરંતુ આજે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગના એક મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી હતી, જેમાં ધોરણ 10માં ગણિત બેઝિક વિષયકના વિદ્યાર્થીઓને હવે ધોરણ 11 વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી શકાશે. ધોરણ 10 ગણિત બેઝિક નાપાસ થનારા વિદ્યાર્થીઓની ધોરણ ૧૧ વિજ્ઞાનપ્રવાહમાં એ અથવા એ,બી ગ્રુપમાં પ્રવેશ મેળવવો હોય, તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિતની પરીક્ષા આપવાની રહેશે.