ડાકોર ખાતે રથયાત્રાને લઈ હજુ પણ અસમંજસતા, અંતિમ નિર્ણય બાકી - રણછોડરાય મંદિર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7729216-764-7729216-1592850136258.jpg)
ડાકોર : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રથયાત્રા યોજવાને લઈને છેલ્લી ઘડી સુધી અસમંજસતા પ્રવર્તી રહી છે. ડાકોર ખાતે નક્ષત્ર મુજબ રથયાત્રા યોજવાની પરંપરા છે. જે મુજબ 24 જૂનના રોજ રથયાત્રા યોજાવાની છે, ત્યારે રથયાત્રા યોજવાને લઈને મંદિર મેનેજમેન્ટ દ્વારા સરકારી ગાઈડલાઈનનું પાલન કરી રથ તૈયાર કરવા સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. જો કે હજુ સુધી ચોક્કસ નિર્ણય લઈ શકાયો નથી.