અષાઢી અમાસ નિમિત્તે ભરૂચના ભોય જ્ઞાતિ પંચ દ્વારા મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાઈ - ભાતીગળ મેેઘરાજાનો મેળો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8102061-848-8102061-1595252727727.jpg)
ભરૂચઃ સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં મેઘ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ભરાતા મેઘરાજાના ભાતીગળ મેળાનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે. જાદવ સમાજ દ્વારા ઉજવાતા આ ઉત્સવમાં આજરોજ મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. સમાજના યુવાનો દ્વારા નર્મદા નદીની માટી માંથી મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે. ભરૂચમાં ભયાવહ દુકાળ પડ્યો હતો એ સમએ મેઘરાજાને મનાવવા લોકોએ પ્રતિમાનું પૂજન અર્ચન કર્યું હતું. ત્યારથી મેઘઉત્સવની ઉજવણી થાય છે. જો કે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મેઘરાજાના દર્શન માટે ભોય જ્ઞાતિ પાંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે મેઘરાજાની પ્રતિમાના દર્શન કરી શકશે. તો આ વર્ષે શ્રાવણ વદ સાતમ થી દશમ સુધી ભરાતો ભાતીગળ મેળો પણ મોકૂફ રાખવામાં આવે એવી શકયતા છે.