અરવલ્લી: ડુંગરવાડાના સસ્પેન્ડ કરાયેલા સરપંચને નોકરી પર ફરીથી રાખવા રાજ્ય અધિક કમિશનરે હુકમ કર્યો - ગેરરીતીના મામલે સસ્પેન્ડ
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લાના ડુંગરવાડા ગામના સરપંચને એક માસ પહેલા જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી ગેરરીતીના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ થેયલ સરપંચ રાજ્યના અધિક વિકાસ કમિશનર સમક્ષ આ હુકમને પડકાર્યો હતો. અધિક વિકાસ કમિશનરની કચેરીમાં કેસ ચાલી જતા સરપંચ હોદ્દા પર ફરીથી બહાલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ડુગરવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે વહીવટમાં આપખુદશાહીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં વગર મંજૂરીએ કુવા ખોદાવા અંગે ડી.ડી.ઓ સમક્ષ અરજી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે હાથ ધરાયેલ કાર્યવાહી બાદ, જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન ભરવાડને 15 ઓક્ટોબરના આદેશથી હોદ્દા પરથી દૂર કર્યા હતા. અન્યાયની લાગણી બાદ આ મહિલા સરપંચએ ન્યાય મેળવવા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 (3) અન્વય વિકાસ કમિશનરની કચેરીમાં અપીલ કરી હતી. આ કેસ ચાલી જતા રાજ્યના અધિક વિકાસ કમિશનર બી.એસ પરમારએ આ મહિલા સરપંચને હોદ્દા પર પુન સ્થાપિત કરવાના આદેશ કરાયો છે.