જામનગર: જામનગરમાં અંબાણી પરિવારના આંગણે ફરી એકવાર મોટો જલસા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. 28મી ડિસેમ્બરે રિલાયન્સની રિફાઈનરીના સ્થાપક ધીરુભાઈ અંબાણીનો 93મો જન્મ દિવસ અને રિલાયન્સ રિફાઈનરીની સ્થાપનાને 25 વર્ષ પુરા થવા નિમિત્તે ચેરમેન મુકેશભાઈ અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાશેનું આયોજન કરાઈ રહ્યું છે.
જામનગરમાં આજે કયા સ્ટાર્સ પહોંચ્યા?
અંબાણી પરિવારના કાર્યક્રમને પગલે ફરી એકવાર જામનગરમાં બોલિવૂડ સ્ટાર્સની મહેમાનગતિ થઈ રહી છે. આજે જામનગરમાં એરપોર્ટ પર બપોરથી સાંજ સુધીમાં સોહેલ ખાન, હેલન, સહિત સલમાન ખાનનો પરિવાર, રીતેશ દેશમુખ, જેનિલિયા વગેરે આવી પહોંચ્યા હતા. ત્યારે તમામ મહેમાનોનું ઢોલ અને નગારા સાથે પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
બે દિવસ પહેલા સારા અલી ખાન, હની સિંહ પહોંચ્યા
બે દિવસ પહેલા જ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન, તેનો ભાઈ ઈબ્રાહિમ ખાન, ખુશી કપૂર, ઓરી, સિંગર યોયો હની સિંહ, જાવેદ જાફરીનો પુત્ર મિર્ઝાન અને બોલિવૂડનો હિરો અર્જુન કપૂર જામનગર પહોંચ્યા હતા. ત્યારે હવે વધુ બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે. જેને જોતા અંબાણી પરિવાર દ્વારા ફરીથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: