ETV Bharat / state

ઉત્તરાયણને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહીઃ પવન રહેશે કે પછી પડશે માવઠું, કરી સ્પષ્ટ વાત - UTTARAYAN WEATHER BY AMBALAL

ક્યાંક પતંગો અને ફિરકી લઈને ધાબા પરથી નીચે દોટ તો નહીં મુકવી પડે ને? અંબાલાલે કરી તહેવારને લઈને આગાહી- UTTARAYAN 2025

પતંગ રસિયાઓ જાણી લો અંબાલાલ પટેલની આગાહી
પતંગ રસિયાઓ જાણી લો અંબાલાલ પટેલની આગાહી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 16 hours ago

Updated : 16 hours ago

ગાંધીનગરઃ ગુજરાતના ઘણા ભાગોમાં હાલમાં માવઠું પડ્યું છે જેને લઈને ખેડૂતો સહિત ઘણા ચિંતામાં છે. નોકરિયાત અને ધંધાદારી વર્ગ પણ આ દરમિયાનમાં ઠંડી માટે જેકેટ લઈને નીકળવું કે માવઠાને કારણે રેઈનકોટ લઈને નીકળવું તેવી અસમંજસમાં છે. બીજી બાજુ ઉત્તરાયણનો પણ તહેવાર આવી રહ્યો છે. જેને લઈને પતંગ રસિયાઓને ચિંતા થવા લાગી છે કે ઉત્તરાયણના તહેવારમાં વરસાદ આવી જશે તો ક્યાંક પતંગો અને ફિરકી લઈને ધાબા પરથી નીચે દોટ તો નહીં મુકવી પડે ને. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હાલના દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાયણ પર કેવો રહેશે પવન કે પછી વરસાદનું જોખમ? (Etv Bharat Gujarat)

ઉત્તરાયણના દિવસોની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, 13મી જાન્યુઆરીથી જાન્યુઆરીના મહિનામાં માવઠાની શક્યતા રહેશે. તા. 14મી જાન્યુઆરીએ પવન એકંદરે સાનુકૂળ રહેશે. 15મી જાન્યુઆરીએ પણ પવન સારો રહેવાની શક્યતા રહેશે. આ બે દિવસમાં ક્યારેક પવનની ગતિમાં ઢીલ મુકવી પડે તો ક્યારેક પવન માટે મહેનત કરવી પડે તેવું પણ થઈ શકે છે.

ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના પર્વને ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં સુધી કે વિદેશી મહેમાનો અને કેન્દ્રીય મંત્રીગણ અને રાજ્યકક્ષાના નેતાઓથી લઈને ગુજરાતી કલાકારો પણ તેના એટલા જ રસિયા છે. આ દિવસોમાં ઠેરઠેર હર્ષોલ્લાસ રહે છે. જોકે આપણો ઉલ્લાસ કોઈ માટે જોખમી સાબિત થાય નહીં તેનું ધ્યાન આપણે જ રાખવાનો સંકલ્પ કરવો જરૂરી બન્યો છે. ચાઈનિઝ દોરી કે વધુ કાચ પીવડાવેલી દોરી કોઈનો જીવ લઈ શકે તેટલી ઘાતક હોવાના ઘણા બનાવો અત્યારથી જ બનવા લાગ્યા છે તો આવી પ્રોડક્ટ્સથી દૂર રહી સલામત ઉત્તરાયણ મનાવશું. અત્યારથી જ આ વાત એટલે કરવામાં આવી રહી છે કે હાલમાં જ ઘણા સ્થાનો પર ચાઈનીઝ દોરીઓના જથ્થા ઝડપાઈ ચુક્યા છે. જો ગ્રાહકની માગ છે તો કાળાબજારિયા જરૂર એક્ટિવ થશે તેથી અવારનવાર ગુજરાત પોલીસ દ્વારા સલામત તહેવાર ઉજવવાને લઈને વાત કરવામાં આવતી હોય છે.

  1. મોટા પપ્પાના પરિવાર પરનો ગુસ્સો પોતાનાઓ પર કાઢ્યોઃ સુરતમાં બાળક-પત્નીને રહેંસી નાખી, માતા પિતા પર જીવલેણ હુમલો
  2. ગુજરાતમાં હજુ રહેશે માવઠાની અસરઃ પછી તુરંત કડકડતી ઠંડી, તાપમાન 10 ડિગ્રીથી નીચુ જઈ શકેઃ અંબાલાલ પટેલ

Last Updated : 16 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.