ભાવનગર: ભાવનગર શહેરમાં ખાનગી હોસ્પિટલને PMJAY યોજના અંતર્ગત કાર્ડિયાક સેવા પૂરી પાડવા મંજૂરી હતી. પરંતુ ખ્યાતિકાંડ બાદ નિયમ બદલાતા હવે સેવામાં ઘટાડો થઈ ગયો છે. શહેરમાં એક માત્ર કહાંગી હોસ્પિટલ PMJAY યોજના અંતર્ગત કાર્ડિયાક સેવામાં રહી ગઈ છે. જાણો કઈ અને કેમ ફેરકાર થયો...
ખ્યાતિકાંડથી ભાવનગરવાસીઓને નુકસાન
અમદાવાદમાં બનેલા ખ્યાતિ કાંડ બાદ સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કાર્ડિયોલોજીને પગલે નવા નિયમ બનાવતા ભાવનગરની છ પૈકી એક માત્ર હોસ્પિટલ કાર્ય કરવા માટે રહી ગઈ છે, તેની સીધી અસર ભાવનગરની પ્રજા ઉપર થવા પામશે. જો કે આ હોસ્પિટલને પગલે આરોગ્ય અધિકારીએ શું કહ્યું જાણીએ...
કાર્ડિયાક સેવા માટે પહેલા હતી વ્યવસ્થા
ભાવનગર શહેરમાં હૃદયને લગતી બીમારી ધરાવતા લોકો માટે PMJAY યોજના અંતર્ગત છ જેટલી હોસ્પિટલોને સમાવવામાં આવેલી હતી. પરંતુ અમદાવાદના બનેલા ખ્યાતી કાંડ બાદ સરકારે કરેલા નિયમોના ફેરફારને પગલે ભાવનગર શહેર વાસીઓ માટે હવે એકમાત્ર હોસ્પિટલ રહી ગઈ છે. જો કે પહેલા છ જેટલી હોસ્પિટલોમાં કાર્ડિયાકની વ્યવસ્થા પીએમ જય યોજના અંતર્ગત હતી.
શહેરમાં એક માત્ર કાર્ડિયાક હોસ્પિટલ
ભાવનગરના મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર આર.કે સિંહાએ જણાવ્યું હતું કે, PMJAY યોજના અંતર્ગત ભાવનગરમાં 6 જેટલી હોસ્પિટલોને મંજૂરી મળેલી હતી. પરંતુ અમદાવાદના બનેલા બનાવ બાદ નવા નિયમ પ્રમાણે સીઇટીએસ લાયકાત ફુલ ટાઈમ ધરાવતા હોય તે હોસ્પિટલને સમાવવામાં આવી છે. જેથી આપણા શહેરમાં એચસીજી એકમાત્ર હોસ્પિટલ રહી છે. ત્યારે અન્ય હોસ્પિટલોમાં ફુલ ટાઈમ વ્યવસ્થા નહીં હોવાથી હાલ બહાર રહેશે. જો કે ભાવનગરની બીમ્સ, પલ્સ, સોલ વગેરે હોસ્પિટલો હાલ બાકાત રહેશે. પરંતુ તેઓ આગામી દિવસમાં ફુલ ટાઈમ કાર્ડિયાક સેવા ઉપલબ્ધ કરશે તો તેમાં ફરીથી શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો: