નવી દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, હાલમાં ભારતમાં એક મુખ્ય વિરોધ પક્ષ છે. આ પક્ષની સ્થાપના બ્રિટિશ સંસ્થાનવાદી શાસન હેઠળ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવાના ઉદ્દેશ્ય સાથે 28 ડિસેમ્બર, 1885ના રોજ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીએ તેની રચના પછીથી સમાજમાં સ્વતંત્રતા ચળવળ, સુધારણા અને પ્રગતિ આ તમામ ઉતાર ચઢાવ જોયા છે. આ પાર્ટીના સભ્યો પાર્ટીના ઈતિહાસ અને રાષ્ટ્રમાં તેના અમૂલ્ય યોગદાનને માન આપવા દર વર્ષે 28 ડિસેમ્બરે તેના સ્થાપના દિવસ ઉજવણી કરવામાં આવે છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સ્થાપના:
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની રચના 28 ડિસેમ્બર, 1885ના રોજ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન હેઠળ ભારતીય પ્રતિનિધિત્વ અને સામાજિક સુધારાના વિચાર સાથે કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી કે જેના નેતૃત્વ હેઠળ આઝાદીના સમય દરમિયાન સામ્રાજ્યવાદ વિરોધી સંઘર્ષ લડવામાં આવ્યો હતો, તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ખૂબ જ વૈચારિક અને શિસ્તબદ્ધ તેમજ સંગઠનાત્મક રીતે ખુલ્લી અને ઉદાર હતી.
અહીં નોંધનીય બાબત એ છે કે, મહાત્મા ગાંધીએ ક્યારેય આ સમગ્ર લડત દરમિયાન કે ત્યારબાદ પણ વૈચારિક એકાધિકારનો દાવો કર્યો ન હતો. કોંગ્રેસની વેબસાઇટ જણાવે છે કે, ગાંધીના આ પ્રકારના વર્તનને કારણે કોંગ્રેસ વિવિધ વિચારધારાઓ, વિવિધ સ્તરોની પ્રતિબદ્ધતા અને વિવિધ ક્ષમતાઓ ધરાવતા લોકોને કેટલાક વ્યાપક સામાન્ય ઉદ્દેશ્યો અને સિદ્ધાંતો માટે સાથે મળીને સંઘર્ષ કરવામાં સફળ રહી હતી.
ભારતમાં નેહરુ યુગ:
જવાહરલાલ નેહરુએ 1947 થી 1964 સુધીના સમયગાળામાં દેશનું નેતૃત્વ કર્યું હતું. અવકાશ સંશોધન અને શિક્ષણ સહિત તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા.
ભારતમાં શાસ્ત્રી યુગ:
લાલ બહાદુર શાસ્ત્રીએ 1964-19664 સુધીના સમયગાળામાં દેશનું નેતૃત્વ કર્યું હતું. કોંગ્રેસની વેબસાઇટે તેમના વિશે લખ્યું છે કે, તેઓ શાંતિ પ્રિય માણસ હતા, જે ભારત અને શાંતિ માટે જીવ્યા હતા અને ભારત અને શાંતિ માટે મૃત્યુ પામ્યા હતા. તેઓ સેવાની ભાવનાથી રંગાયેલા હતા અને હંમેશા લોકોના કલ્યાણ વિશે વિચારતા હતા.
ભારતમાં ઈન્દિરા ગાંધી યુગ:
1966 થી 1984 સુધીનો સમય ઈન્દિરા ગાંધી યુગ તરીકે નોંધાયેલ છે. તેઓ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીના પ્રથમ મહિલા વડાપ્રધાન અને એકમાત્ર મહિલા વડાપ્રધાન હતા. ઈન્દિરા ગાંધી પંડિત જવાહરલાલ નેહરુ પછી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન હતા. નેહરુ 1947 થી 1964 સુધી 17 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 અને જાન્યુઆરી 1980 થી ઓક્ટોબર 1984 સુધી - આમ તેઓ બે તબક્કામાં લગભગ 16 વર્ષ સુધી દેશની વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવી હતી.
ભારતમાં રાજીવ ગાંધી યુગ:
રાજીવ ગાંધીએ 1984 થી 1991 સુધીના સમયગાળામાં દેશનું નેતૃત્વ કર્યું હતું. તેમની માતા ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેઓ વડાપ્રધાન બન્યા હતા. રાજીવ ગાંધીએ દેશમાં અનેક સુધારા કર્યા અને કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી.
હાલમાં કોંગ્રેસ:
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ દેશમાં આરોગ્યસંભાળ યોજનાઓને સ્વીકારનાર અને શરૂ કરનાર પ્રથમ રાજકીય પક્ષ છે અને આરોગ્યના અધિકારમાં વિશ્વાસ રાખે છે.
કોંગ્રેસ સાશનમાં શિક્ષણ:
કોંગ્રેસે 2009માં રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) એક્ટ લાવ્યા હતા. જેમાં 6 થી 14 વર્ષની વયના બાળકોના નોંધનીય શિક્ષણમાં પરિવર્તન લાવવામાં આવ્યું હતું.
પર્યાવરણ વિશે વાત કરીએ તો, કોંગ્રેસ પાર્ટી ઝડપી, સર્વસમાવેશક, ટકાઉ વિકાસ અને તેના ઇકોસિસ્ટમ અને વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના રક્ષણ માટે ઊંડી પ્રતિબદ્ધતા ધરાવે છે.
આ પણ વાંચો: