જૂનાગઢ: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓને મળી રહેલી સારવાર અને સુવિધાની સાથે દવાઓ તેમજ ખાસ સ્પેશિયાલિસ્ટ તબીબોની હોસ્પિટલોમાં ઘટને લઈને માધ્યમ સમક્ષ નિવેદન આપ્યું છે.
ઋષિકેશ પટેલ માની રહ્યા છે કે, ખાનગી તબીબો સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સેવા માટે માનદ વેતને કામ કરવા તૈયાર થઈ રહ્યા નથી. જેને કારણે મુશ્કેલીઓ આવી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યની સરકાર સ્પેશિયાલિસ્ટ તબીબોની ભરતી કરવા જઈ રહી છે. ત્યારબાદ આ સમસ્યા દૂર થશે. તેવો ભરોસો તેમણે વ્યક્ત કર્યો હતો.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લીધી સિવિલની મુલાકાત: રાજ્યના આરોગ્યપ્રધાન અને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે મુલાકાત કરીને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળી રહેલી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેટલાક સ્પેશિયાલિસ્ટ તબીબોની જગ્યા આજે પણ ખાલી છે. જેને લઇને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે માધ્યમ સમક્ષ નિવેદન આપીને જણાવ્યું હતું કે, 'સ્પેશિયાલિસ્ટ ખાનગી તબીબો સરકારી હોસ્પિટલોમાં માનદ વેતન સાથે દર્દીઓની સેવા કરવા માટે તૈયારી દર્શાવતા નથી. જેને કારણે સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ તબીબોની ઘટ જોવા મળે છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યનો આરોગ્ય વિભાગ ખાસ નિષ્ણાંત તબીબોની રાજ્યની સરકારી હોસ્પિટલોમાં નિમણૂંક કરવા માટે આગળ વધી રહી છે. ખાસ તબીબોની સરકારી હોસ્પિટલમાં જ નિમણૂંક થતા આજના દિવસે જે સમસ્યા છે તેમાંથી છુટકારો મળશે.'
PM આરોગ્ય યોજના ખૂબ જ લાંબી: રાજ્યમાં પાછલા દિવસો દરમિયાન પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ યોજનામાં ખૂબ મોટી વિસંગતતાઓ અને ગડબડ સામે આવી હતી. જેને ધ્યાને રાખીને રાજ્યની સરકારે વર્તમાન યોજના સ્થગિત કરીને આ યોજનામાં નવી એસોપી લાવવાની દિશામાં પણ કામ પૂર્ણતા તરફ આગળ વધારી ચૂકી છે.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ માની રહ્યા છે કે, આ યોજના ખૂબ લાંબી છે, જેમાં વખતો વખતના સૂચનો અને ફેરફારોને અવકાશ આજે પણ છે. યોજનાની નવી SOP જાહેર થયા બાદ આશા છે કે જે દર્દીઓ સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતી થઈ હતી, તે નવી SOP લાગુ થયા બાદ થશે નહીં.
વધુમાં સરકારી હોસ્પિટલોમાં દવાઓના જથ્થાને લઈને પણ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, 'અગાઉના વર્ષોમાં 700 કરતાં વધારે દવાઓ કે જેને જીવન જરૂરી માનવામાં આવતી હતી. તે સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે દર્દીઓને આપવામાં આવી રહી હતી. તેમાં પણ રાજ્યના આરોગ્ય વિભાગે વધારો કરીને જીવન જરૂરી દવાઓની સંખ્યામાં બમણો વધારો કરીને તેને 1400 સુધી પહોંચાડી છે. આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં જે આરોગ્ય લક્ષી સેવાઓ દર્દીઓને મળી રહી છે. તેમાં વધારો થાય અને કોઈ પણ દર્દી સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરે તે માટે રાજ્યનો આરોગ્ય વિભાગ કામ કરી રહ્યો છે.'
આ પણ વાંચો: