ETV Bharat / state

31st ડિસેમ્બરની પાર્ટી કરનારા ચેતજો ! કચ્છ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન - KUTCH NEWS

રાજ્યમાં દારૂબંધી છે. ત્યારે 31st ડિસેમ્બરની ઉજવણીને લઈને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

કચ્છ પોલીસે 31st ડિસેમ્બરની ઉજવણી અંગે તૈયાર કર્યો એક્શન પ્લાન
કચ્છ પોલીસે 31st ડિસેમ્બરની ઉજવણી અંગે તૈયાર કર્યો એક્શન પ્લાન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 15 hours ago

કચ્છ: 31st ડિસેમ્બરની પાર્ટીનો ટ્રેન્ડ છેલ્લા 1 દાયકામાં ખૂબ વધ્યો છે, ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ટુકડીઓ બનાવીને ઠેર ઠેર ફાર્મ હાઉસ, પ્રાઇવેટ પાર્ટી, પાર્ટી પ્લોટ વગેરે જગ્યાએ થતી પાર્ટીઓમાં તેમજ વિવિધ રીંગ રોડ, જાહેર રસ્તાઓ પર પણ ચેકીંગ હાથ ધરવામાં આવશે.

પ્રોહીબીશન એકટ અન્વયે કામગીરી કરવા સજ્જ: રાજ્યમાં દારૂબંધી છે. ત્યારે 31મી ડિસેમ્બરની રાત્રિની ઉજવણીમાં અનેક જગ્યાએ આલ્કોહોલનું સેવન પણ થતું હોય છે. અનેક લોકો નશાની હાલતમાં ઝડપાતા હોય છે. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શહેરના જુદાં જુદાં ફાર્મ હાઉસ છે. ત્યાં જઈને ચેકિંગ કરવામાં આવશે તથા પ્રાઇવેટ પ્લોટ અને હોટલોમાં પણ થતી ગાલા ડીનર એન્ડ ડીજે પાર્ટીમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે.

કચ્છ પોલીસે 31st ડિસેમ્બરની ઉજવણી અંગે તૈયાર કર્યો એક્શન પ્લાન (Etv Bharat Gujarat)

પ્રોહીબીશન કાયદાનો ભંગ બદલ કાર્યવાહી કરાશે: ઉપરાંત, પોલીસ કર્મીઓને જે સ્થળો પરથી આલ્કોહોલનું સેવન કરી રહ્યા હોય તથા પ્રોહીબીશન કાયદાનો ભંગ થતો હોય તેવું જાણવા મળશે, તો તે સ્થળે પણ ચેકીંગ કરવામાં આવશે. જો કાયદાનો ભંગ થતો જણાશે, તો પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. તેવું પશ્ચિમ કચ્છ પોલીસ ડીવાયએસપી એ.આર.ઝનકાતે જણાવ્યું હતું.

કચ્છ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન
કચ્છ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન (Etv Bharat Gujarat)

પોલીસ ટીમ તૈનાત: પશ્ચિમ કચ્છ-જીલ્લામાં 31મી ડિસેમ્બરને અનુલક્ષીને પશ્ચિમ કચ્છ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ કચ્છ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી, જીલ્લા તથા શહેર ટ્રાફિક શાખાનાઓએ પણ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ જાહેર સ્થળોએ રોમિયોગીરી કરતા લોકોની સામે પણ કાર્યવાહી કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. મહિલા હેલ્પલાઇન પર પણ મહિલાઓને થતી મુશ્કેલી અંગે જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા પોઈન્ટો રાખી વાહન ચેકીંગ કરવામાં આવશે: પોલીસ દ્વારા પશ્ચિમ કચ્છ વિસ્તારમાં આવતા જાહેર સ્થળો કે જે જગ્યાએ લોકોની અવર-જવર વધારે રહેતી હોય તે જગ્યાએ અલગ અલગ ટીમો બનાવી સતત પેટ્રોલીંગ કરવામાં આવશે. મુખ્ય શહેરોમાં તેમજ તાલુકાઓમાં પ્રવેશવાના સ્થળોએ અત્યારથી જ વાહન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાનગી પાર્ટી પ્લોટો પર તેમજ ફાર્મ હાઉસો તથા હોટલમાં થતી પાર્ટીઓ પર પણ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવશે. વાહન ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર રીતે દારૂ પીધેલી વ્યકિતઓને શોધી કાઢવા બ્રેથએનેલાઈઝરથી પણ ચેકીંગ કરવામાં આવશે.

Drink and Drive ના કેસો શોધી તેના પર કાયદેસરની કાર્યવાહ: પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકો નવા વર્ષની ઉજવણી ભલે કરે પરંતુ કાયદાનો ભંગ ન કરે અને કાયદા કાનૂનના નિયમોનું પાલન કરે. મહિલાઓની સુરક્ષા માટે SHE Team દ્વારા પણ ખાનગી રીતે વોચ રાખવામાં આવશે. તેઓ પણ 31મી ડિસેમ્બરની રાત્રિએ સતત ખડેપગે રહેશે. પોલીસ દ્વારા Drink and Drive ના કેસો શોધી તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેર સ્થળો કે પ્રતિબંધિત સ્થળો તેમજ બાગ-બગીચા વિસ્તારમાં યુવાધન ગ્રુપ બનાવી નિયમોનો ભંગ ના કરે તેના માટે સતત પી.સી.આર. તથા પોલીસના ખાનગી માણસોની ટીમ પણ સતત વોચ રાખશે.

ગત વર્ષે 61 લોકો નશાની હાલતમાં ઝડપાયા: ઉલ્લેખનીય છે કે કચ્છમાં વર્ષ 2023ને બાય બાય કરી 31 ડિસેમ્બરની રાત્રિના લોકોએ 2024ના નવા વર્ષની ઉજવણી કરી હતી. જેમાં દારૂડિયાઓએ નશામાં રહીને નવા વર્ષને આવકાર્યો હતો. જેમાં 31મીની રાતની કાર્યવાહીમાં કચ્છમાંથી 61 લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા.

કુલ 1523 જેટલા વાહનોની ચેકીંગ: 31મી ડિસેમ્બરના નશો કરીને હેરાનગતિ કરતા લોકોને પકડી પાડવા પોલીસે કમર કસી હતી અને ચેકીંગ દરમિયાન બ્રેથ એનેલાઇઝરના કારણે નશામાં રહેલા અનેક લોકો પોલીસના હાથે ઝડપાયા હતા. સમગ્ર કચ્છ જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ ઊભા રહીને કે પેટ્રોલિંગ કરીને દારૂ પીધેલા લોકોને પોલીસે પકડી પાડયા હતા. જેમાં પૂર્વ કચ્છમાં નશામાં વાહન હંકારતાં 29 વાહનચાલકો સહિત 38 લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. પૂર્વ કચ્છ પોલીસે કુલ 1523 જેટલા વાહનોની ચેકીંગ કરી હતી. જ્યારે પશ્ચિમ કચ્છમાં પોલીસે દારૂ પીને વાહન ચલાવતા 5 જણ સહિત 26 પીધેલાને ઝડપ્યા હતા. જેમાંથી એક ગુનેગાર પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 61 ગુના પ્રોહીબીશન કામગીરી હેઠળ નોંધાયા હતા.

આ પણ વાંચો:

  1. જૂનાગઢની મુલાકાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સ્પેશિયાલિસ્ટ તબીબોની ઘટ અંગે આપ્યું નિવેદન
  2. જન્મના દાખલાનો ડખ્ખો: ડિજિટલ યુગમાં ધમરધક્કા ખાતા ભાવનગરના અરજદારો, અધિકારીએ કહ્યું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.