ETV Bharat / state

અમરેલીમાં વાહનની અડફેટે દીપડાનું મોત, વન વિભાગ દ્વારા તપાસ શરૂ - AMRELI NEWS

અમરેલી જિલ્લામાં વધુ એક દીપડાનું અકસ્માતે મોત થયું છે. દીપડાનું અકસ્માતે મોત થતા વન વિભાગ દ્વારા અકસ્માત કરનારની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમરેલીમાં વાહનની અડફેટે આવી જતા દીપડાનું મોત
અમરેલીમાં વાહનની અડફેટે આવી જતા દીપડાનું મોત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 15 hours ago

અમરેલી: અમરેલી જિલ્લામાં આવેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા દીપડાનું ઘટના સ્થળે મોત થયું છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના છતડીયા ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે આવેલો છે. આ સોમનાથ નેશનલ હાઇવે પર સ્પીડમાં વાહનો ચાલતા હોય છે. જે દરમિયાન રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલા દીપડો રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા દીપડાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.

દીપડાના મૃતદેહનો કબજો મેળવ્યો: આ ઘટનાની જાણ રાજુલા વન વિભાગના RFO તેમજ અન્ય વર્ણ કર્મચારીને થઈ હતી. જેથી વન વિભાગના મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ દીપડાના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. દીપડાના મૃતદેહને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. મધ્ય રાત્રે આ દીપડાનું મોત થતા વન વિભાગ દ્વારા વાહન ચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને હાલ વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમરેલીમાં વાહનની અડફેટે આવી જતા દીપડાનું મોત (Etv Bharat Gujarat)

વન વિભાગના કર્મચારીઓએ કાર્યવાહી શરૂ કરી: રાત્રિના 11 થી બે કલાકના સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વન વિભાગ દ્વારા ઘટના સ્થળ પર સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. દીપડા સાથે કયા વાહનો અકસ્માત સર્જાયો છે. તેને લઈને હાઇવે ઉપરના સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરવામાં આવી છે. વાહનની ઓળખ કરવા માટે વન વિભાગના કર્મચારીઓ દ્વારા શોધક કોણ શરૂ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. RFO સહિતના ઉચ્ચ અધિકારી ઘટના પર પહોંચ્યા હતા અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

RFO વેગડા એ જણાવ્યું કે, 'આ ઘટના રાત્રી ના સમય બની છે અને હાલ વન વિભાગ દ્વારા અકસ્માત કરનાર આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.'

આ પણ વાંચો:

  1. સુરતમાં ત્રણ વર્ષમાં 'પાસા' કલમ હેઠળ ગુનાહિત 500થી વધુ ઈસમોની ઓળખ પરેડ થઈ
  2. વલસાડમાં ગુમ થયેલ બાળકના મામલે મોટો ખુલાસો, "મામા" પર ગંભીર આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.