કોરોના સંક્રમણના પગલે મનપાએ રાતોરાત પેરામેડિકલ અને ડોક્ટર્સની ભરતી શરૂ કરી - JAMNAGAR NEWS
🎬 Watch Now: Feature Video
જામનગર: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં 11 મહિનાના કરાર આધારીત પેરામેડિકલ અને ડોક્ટર્સની રાતોરાત ભરતી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં હાલ કર્મચારી તેમજ ડોક્ટર્સની અછત હોવાના કારણે ફિલ્ડવર્કમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગમાં 39 ડોકટર્સ અને 39 પેરામેડિકલના કર્મચારીઓ સહિત કુલ 78 જગ્યા હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. આ તકે કુલ 100 જેટલા અરજદારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. આ વચ્ચે ભરતી પ્રક્રિયા વખતે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ઉમેદવારોને દૂર દૂર ઉભા રાખવામાં આવ્યા હતા.