રાજકોટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. અત્યાર સુધી રમાયેલી બે મેચમાં ભારતે બંને મેચ જીતી છે. ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ગઇકાલ રાત્રે બંને ટીમ રાજકોટ પહોંચી ગઈ છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ ઇંગ્લેન્ડે મેચના એક દિવસ પહેલા જ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે.
💯 up for #TeamIndia!
— BCCI (@BCCI) January 25, 2025
The Tilak Varma-Washington Sundar partnership has gained momentum 🔥🔥
India need 53 more off 42 deliveries
Follow The Match ▶️ https://t.co/6RwYIFWg7i#INDvENG | @IDFCFIRSTBank | @TilakV9 | @Sundarwashi5 pic.twitter.com/1uBZzgl7Ag
ઇંગ્લેન્ડ પહેલી જીતની શોધમાં
ઈંગ્લેન્ડ કોઈ પણ ભોગે ત્રીજી ટી20 મેચ જીતવા માંગશે. કારણ કે શ્રેણી જીતવા માટે, તેણે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. જોકે, અત્યાર સુધી રમાયેલી બે મેચમાં ઇંગ્લેન્ડ ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. જોસ બટલર સિવાય, કોઈ પણ અંગ્રેજી બેટ્સમેન ખાસ પ્રભાવિત કરી શક્યો નથી. આ ઉપરાંત, આ ટીમનો બોલિંગ વિભાગ પણ ચિંતાનો વિષય છે. કારણ કે જોફ્રા આર્ચર અને માર્ક વુડ જેવા ઘાતક બોલરો બીજી મેચમાં ચેન્નાઈના મેદાન પર ખાસ અસર કરી શક્યા નહીં.
2️⃣-0️⃣ 🙌
— BCCI (@BCCI) January 25, 2025
Tilak Varma finishes in style and #TeamIndia register a 2-wicket win in Chennai! 👌
Scorecard ▶️ https://t.co/6RwYIFWg7i #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/d9jg3O02IB
તિલક વર્માએ એકલા હાથે મેચ જીતાડી:
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 166 રનના ટાર્ગેટને 19.2 ઓવરમાં 4 બોલ બાકી રહેતા 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો અને મેચ 2 વિકેટથી જીતી લીધી. આ જીત સાથે, ભારતે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.
Rajkot, Gujarat: Team India arrived in the city ahead of the third T20 match against England. Fans gathered outside the hotel to catch a glimpse of the players pic.twitter.com/tLvoO0lR7p
— IANS (@ians_india) January 26, 2025
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ આ મેચમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 55 બોલમાં 4 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગા વડે 72 અણનમ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય વોશિંગ્ટન સુંદરે પણ 19 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રનનું યોગદાન આપ્યું હતું. તિલક વર્માએ રવિ બિશ્નોઈ સાથે મળીને ટીમને જીતની ઉંબરે પહોંચાડી હતી અને છેલ્લી ઓવરમાં જ્યારે ભારતને 6 બોલમાં જીતવા માટે 6 રનની જરૂર હતી ત્યારે તિલકએ 2 રન અને એક ફોર ફટકારીને ભારતને 2 વિકેટે જીત અપાવી હતી.
We have named an unchanged team for our third T20I v India as we look to pull one back in the series 🙌
— England Cricket (@englandcricket) January 27, 2025
The game will get underway at 13:30 GMT (19:00 local) in Rajkot tomorrow ⏰ pic.twitter.com/5LQJPO3s5B
ત્રીજી T20 માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન:
બેન ડકેટ, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ટી20 શ્રેણીમાં પાંચ મેચની શ્રેણી રમશે. ટી20 શ્રેણી પછી, ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચ રમવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને, ODI શ્રેણીમાં રમવું બંને ટીમોની તૈયારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમવા જઈ રહી છે.
આ પણ વાંચો: