ETV Bharat / state

કચ્છ: LPG લીકેજથી લાગેલી ધડાકાભેર આગની ઘટનામાં, પિતા પુત્રી બાદ હવે માતાનું પણ સારવાર દરમિયાન મૃત્યુ - BLAST IN MUNDRA

LPG લીકેજથી લાગેલી ધડાકાભેર આગની ઘટનામાં, પિતા પુત્રી બાદ હવે માતાનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

બ્લાસ્ટની ઘટનામાં પરિવાર વિખાયોઃ રહેણાંક મકાનમાં બ્લાસ્ટ
બ્લાસ્ટની ઘટનામાં પરિવાર વિખાયોઃ રહેણાંક મકાનમાં બ્લાસ્ટ (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2025, 10:46 PM IST

Updated : Jan 29, 2025, 11:18 AM IST

કચ્છઃ કચ્છના મુન્દ્રામાં એક રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી અને આગની દુઃખદ ઘટના બાદ ભેદી બ્લાસ્ટ થતા પિતા-પુત્રી બેના મોત થયા છે, જ્યારે માતાનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

પ્રાથમિક તપાસમાં ત્યાં પડેલા ગેસના બોટલમાં અથવા એસીના કમ્પ્રેસરમાં બલાસ્ટ થતા ઘટના ઘટી હોય તેવું જાણવા મળી રહ્યું હતું. ત્યારે મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને એફએસએલની મદદથી બ્લાસ્ટ અને આગના કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આખરે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થયું હતું કે બ્લાસ્ટ ગેસ લીકેજથી થયો હતો. આ અંગે ડીવાયએસપી દ્વારા સમગ્ર વિગતો આપવામાં આવી છે. લાલબત્તી સમાન ઘટના અંગે વધુ વિગતો સામે આવી છે...

વહેલી સવારે આંધપ્રદેશના પરિવારના ઘરે અચાનક એક જોરદાર બલાસ્ટ થયો

મુન્દ્રામાં આજે વહેલી સવારે આંધપ્રદેશના પરિવારના ઘરે અચાનક એક જોરદાર બલાસ્ટ થયો હતો. જેની અસર સુર્યનગર વિસ્તારમાં દુરદુર સુધી થઇ હતી અને લોકો નિંદરમાંથી જાગી દોડી ગયા હતા. ફાયર વિભાગે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ કાબુમાં આવ્યા બાદ તેમાં ફસાયેલા પિતા-પુત્રીના મૃતદેહ જ મળ્યા હતા જ્યારે મૃતકની પત્ની આગમાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ પહોંચી હતી અને બનાવ સદંર્ભે તપાસ આરંભી છે.

કેવી રીતે થયો બ્લાસ્ટ (ETV BHARAT GUJARAT)

15 વર્ષથી કચ્છમાં રહેતો હતો પરિવાર

બ્લાસ્ટ અને આગની ઘટના ઘરમાં રહેલા એસી અથવા ત્યાં પડેલા ગેસના બાટલામાં બલાસ્ટ થયા હોવાથી માનવામાં આવી રહ્યું છે. પરંતુ આગ લાગવાનું અને બલાસ્ટ સેમાં થયો તે અંગે વિગતો સંપૂર્ણ તપાસ થયા બાદ જ સામે આવશે. ભોગ બનનાર પરિવારના 42 વર્ષીય રવિકુમાર રાવ છેલ્લા 15 વર્ષથી કચ્છમાં વસવાટ કરી ખાનગી સીએફએસ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા અને તેના પરિવાર સાથે મુન્દ્રાની સુર્યા સોસાયટીમાં રહેતા હતા. આજે સવારે અચાનક તેમના ઘરે આગ લાગતા તેમાં રવિકુમાર તથા તેની પુત્રી જાનવી રાવનું આગમાં બળી જવાથી મૃત્યુ થયું છે. જ્યારે તેમની પત્ની કવિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા પ્રથમ અદાણી અને ત્યાર બાદ ભુજ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમનું પણ મોત થયું છે.

આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની તજવીજ
આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની તજવીજ (ETV BHARAT GUJARAT)

ભયંકર બલાસ્ટ થયો જેની અસર આસપાસના વિસ્તારમાં પણ થઈ

ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે આગનો બનાવ લોકોના ધ્યાનમાં આવ્યો હતો. તે પહેલા એક ભયંકર બલાસ્ટ થયો હતો. જેની અસર આસપાસના વિસ્તારમાં પણ વર્તાઇ હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અન્ય લોકોએ પણ આગ બુઝાવવા સહિત લોકોને બહાર કાઢવા પ્રયત્નો કર્યા હતા પરંતુ તે સફળ રહ્યા ન હતા. ફાયરની ટીમે સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે બનાવ બાદ તપાસ કરતા બલાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકોની બારીના કાચ તૂટવા સાથે મકાનોમાં પણ નુકસાન પહોંચ્યું હતું. પ્રાથમિક અનુમાન એસીમાં બલાસ્ટનું લગાવાયું છે, પરંતુ ગેસ સીલીન્ડર બ્લાસ્ટની પણ શક્યતા છે. જેથી આગ લાગવાના કારણ સહિત બલાસ્ટના કારણો જાણવા એફએસએલની મદદ લેવામાં આવી રહી છે.

ધડાકાના અવાજથી વિસ્તાર ધણધણ્યો, લોકો દોડી આવ્યા
ધડાકાના અવાજથી વિસ્તાર ધણધણ્યો, લોકો દોડી આવ્યા (ETV BHARAT GUJARAT)

પોલીસે અને એફએસએલની ટીમે વધુ તપાસ હાથ ધરી

આગની ઘટનામાં મૃત્યુ પામેલો રવિકુમારનો અન્ય પરિવાર જેમાં તેની માતા, ભાઇ સહિતનો પરિવાર નીચે જ રહેતો હતો. જે તમામ લોકો સહી સલામત છે. ઘટનાની જાણ થતા મુન્દ્રા પોલીસના પીઆઇ ઠુમ્મર, ભરત ચૌધરી, અશોક જોગી સહિતના લોકો પણ દોડી ગયા હતા અને પરિવારને સાંત્વના આપવા સાથે બચાવ-રાહતમાં મદદરૂપ બન્યા હતા. આ આગ બ્લાસ્ટની ઘટના અને તેમાં બે વ્યક્તિના કરૂણ મોતના સમાચારથી સમગ્ર કચ્છમાં અરેરાટી ફેલાઇ હતી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ તથા બ્લાસ્ટ એસીમાં કે સીલીન્ડરમાં થયો તેની વિગતો એફએસએલ તપાસ બાદ સ્પષ્ટ થશે. હાલમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ ઠુમ્મરે પણ વધુ તપાસ હાથ ધરી છે.

રહેણાંક મકાનમાં બ્લાસ્ટ
રહેણાંક મકાનમાં બ્લાસ્ટ (ETV BHARAT GUJARAT)

સવારે દૂધ ગરમ કરવા જતા ગેસનો સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો

એસ. સી.એસ. ટી.સેલના ડીવાયએસપી મિનેષ જે ક્રિશ્ચિયને વધુ તપાસની વિગતો સામે આવ્યા પછી જણાવ્યું હતું કે, મુન્દ્રામાં બનેલી ઘટનામાં મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી પરિવાર ઘટનાનો ભોગ બન્યો છે. જેમાં વિગતો એવી છે કે સવારે દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરતા હતા તે સમયે બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં બ્લાસ્ટ થયો હતો એટલી જ જાણકારી સામે આવી હતી. જેમાં પિતા પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે રવિકુમારના પત્નિ કવિતાબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે, એર કન્ડિશનરના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો હતો પરંતુ એફએસએલના અધિકારીઓ આવ્યા અને એમને પુરતી તપાસ કરી હતી. જેમાં તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, ગેસના સિલિન્ડરની લાઇન લીકેજ હતી અને આખી રાત ગેસ લીકેજ થયેલો હતો, જે પૂરા કિચનમાં ભરાઈ ગયો હતો. જ્યારે સવારે કવિતાબેન દ્વારા દૂધ ગરમ કરવામાટે ગેસ ચાલુ કરવામાં આવ્યું એટલે તેણે આગ પકડી લીધી અને બ્લાસ્ટ થયો હતો. પોલીસે બનાવ બન્યો ત્યારે સ્થળ પર પહોંચીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને સ્થળ પર પહોંચીને ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જગ્યાનું પંચનામું અને મૃતદેહનું પંચનામું અને ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

  1. કચ્છીઓને જોવા મળશે વાયુસેનાના દિલ ધડક કરતબોઃ સૂર્યકિરણ એરોબેટિક ટીમ રજૂ કરશે 3 એર શૉ
  2. વેવાણ સાથે પ્રેમ થઈ ગયો, ગીન્નાયેલા વેવાઈએ વેવાઈને જ પતાવી દીધાઃ અમદાવાદના વિરમગામનો ચર્ચાસ્પદ બનાવ

Last Updated : Jan 29, 2025, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.