નાગેશ્રી નજીક નદીમા પૂર આવતા ભાવનગર-સોમનાથ હાઈવે બંધ, વાહનોની લાગી લાંબી કતારો - Highway close for heavy rain

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 3, 2020, 7:26 PM IST

અમરેલીઃ જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ નજીક ભાવનગર-સોમનાથ હાઇવે બંધ થયો છે. ભારે વરસાદના કારણે આ રૂટ પરનો વાહન વ્યવહાર ખોરવાયો છે. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ નજીક રાયડી નદીમાં પુર આવતા સતત બીજી વખત હાઇવે બંધ થયો છે. નદીનું પાણી ડ્રાઈવરઝન ઉપરથી પસાર થતા હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સંપૂર્ણ બંધ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ તંત્રના અધિકારીઓ પણ હજુ સુધી ઘટના સ્થળે પહોચ્યા નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.