હૈદરાબાદ: સિવિલ સર્વિસની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એક ખુશખબર આવી છે. દેશના ઘણા યુવાનો અને યુવતીઓનું સિવિલ સર્વિસમાં જોડાવવાનું સપનું હોય છે. ત્યારે UPSC દ્વારા સિવિલ સર્વિસ CSE માટે સમગ્ર ભારતમાં 979 જગ્યાઓ બહાર પાડી છે. જેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવીને સિવિલ સર્વિસમાં જોડાઈને દેશની સૌથી મોટી પરીક્ષા પાસ કરીને IAS અને IPS બની શકે છે. ત્યારે આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે, UPSC સિવિલ સર્વિસ 2025 CSEમાં ઉમેદવારી નોંધાવવાની શું પ્રક્રિયા છે.
UPSC સિવિલ સર્વિસ
સિવિલ સર્વિસમાં જોડાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. UPSCએ સમગ્ર ભારતમાં કુલ 979 અલગ અલગ પદો માટે જગ્યા બહાર પાડી છે. સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને IAS, IPS, IRS, IFSમાં જોડાવવાની તક મળશે.
![CIVIL SERVICES CSE 2025](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2025/23461177_1.png)
ક્યાંથી ફોર્મ ભરી શકાય
UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ upsconline.nic.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 ફેબ્રુઆરી 2025 છે. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
શૈક્ષણિક લાયકાત
UPSC સિવિલ સર્વિસ CSEની પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારોએ કોઈ પણ વિષયમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરુરી છે.
વય મર્યાદા
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા માટે જનરલ ઉમેદવારોની 21થી 32 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરેલી છે, SC, ST અને OBC માટે 21થી 32 વર્ષ ઉપરાંત અનામત મળતુ હોવાથી છૂટછાટ મળે છે.
ફી
UPSC સિવિલ સર્વિસ માટે ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો જે જનરલ કેટેગરીમાંથી આવે છે. તેઓએ 100 રુપિયા આવેદન ફી ભરવાની રહેશે. ઉપરાંત SC, ST, OBC, EWS, PwBD કેટેગરીમાંથી આવતા ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી.
પ્રિલિમિનરી પરીક્ષામાં કુલ 2 પેપર રહેશે
General studies 1 200 ગુણના 100 પ્રશ્નો રહેશે. આ પેપરની સમય મર્યાદાની વાત કરીએ તો 120 મિનિટમાં ઉમેદવારે પેપર આપવાનું રહેશે.
Aptitude પરીક્ષામાં 200 માર્ક્સના 80 પ્રશ્નો રહેશે. આ પેપરમાં ઉમેદવારોને 120 મિનિટનો સમય રહેશે.
મુખ્ય પરીક્ષા
પેપર 1: ભારતીય સંવિધાનની 8મી અનુસૂચિના આધારે કોઈ પણ એક ભાષા ઉમેદવારે પસંદગી કરવાની રહેશે અને તે વિષય પર મુખ્ય પરીક્ષા લેવાશે. જેમાં ઉમેદવારે 300 માર્ક્સની પરીક્ષા 180 મિનિટમાં આપવાની રહેશે.
પેપર 2: ઉમેદવારે અંગ્રેજી ભાષા સાથે 300 માર્ક્સની પરીક્ષા 180 મિનિટમાં આપવાની રહેશે.
મુખ્ય પરીક્ષામાં પેપર A અને Bના માર્ક્સ મેરીટમાં ગણવામાં આવશે નહી. ફક્ત 25% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે.
ઉમેદવારે અનુક્રમે 1થી 7 વિષયોમાં નિબંધ, સામાન્ય અભ્યાસ 1, 2,3,4, વૈકલ્પિક વિષય પેપર 1થી 2માં દરેક વિષય 250ના માર્ક્સના હોય. તેને 180 મિનિટમાં ઉમેદવારે ઉત્તર આપવાનાં રહેશે. કુલ 1750 માર્ક્સમાંથી પાસ થનાર ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે જાહેર થયેલી ભરતીની સંખ્યાના આશરે 2થી 3 ગણા ઉમેદવારોને ઈન્ટરવ્યુ લાયક ઠરવામાં આવશે.
ઈન્ટરવ્યું
ઉમેદવારોએ 275 માર્ક્સનું ઈન્ટરવ્યુ આપવાનું રહેશે. અંતિમ મેરીટમાં મુખ્ય પરીક્ષાના 1750 અને ઈન્ટરવ્યુના 275 માર્ક્સના ટોટલ 2025 માર્ક્સમાંથી ઉમેદવારોએ ઉત્તીર્ણ થવા યોગ્ય માર્ક્સ લાવવાના રહેશે.
આ પણ વાંચો: