ETV Bharat / entertainment

'રિ- રિલીઝ સનમ તેરી કસમ' ફિલ્મે 'લવયાપા' અને હિમેશની 'રવિકુમાર'ને પછાડી - SANAM TERI KASAM RE RELEASE

'સનમ તેરી કસમ'ની ફરીથી રિલીઝને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ઓપનિંગ મળ્યું છે. તેણે 'લવયાપા' અને 'બડાસ રવિકુમાર' ને સખત સ્પર્ધા આપી છે.

લવયાપા, બડાસ રવિકુમાર  અને સનમ તેરી કસમ
લવયાપા, બડાસ રવિકુમાર અને સનમ તેરી કસમ (FILM POSTER)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2025, 12:51 PM IST

હૈદરાબાદ: વેલેન્ટાઈન વીક પર ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે. ત્યાં જ બોલિવુડમાં ઘણી રોમેન્ટિક ફિલ્મોને ફરીથી રિલીઝ કરવામાં આવી છે. 7 ફેબ્રુઆરીના રોજ જુનૈદખાનની 'લવયાપા' બોક્સ ઓફિસ પર હિમેશ રેશમિયાની ફિલ્મ 'બડાસ રવિકુમાર' સાથે ટક્કર થઈ હતી. હિમેશની 80ના દશકની રૈપ્સોડીએ જુનૈદ અને ખુશીની રોમેન્ટિક કોમેડીની તુલનામાં સારી શરુઆત કરી હતી. પરંતુ અઠવાડિયામાં ત્રીજી રિલીઝમાં તે બંન્ને પાછળ રહી ગઈ હતી. આ ફિલ્મ જે રી રિલીઝ છે. તે પહેલા ફ્લોપ રહી હતી. પરંતુ પછી તે કલ્ટ ક્લાસિક બની ગઈ હતી. આ ફિલ્મનું નામ છે- 'સનમ તેરી કસમ'

હર્ષ વર્ધન રાણે અને માવરા હોકેનની લવ સ્ટોરી 'સનમ તેરી કસમ' મૂળ રુપથી 2016માં રિલીઝ થઈ હતી. પરંતુ તે ફ્લોપ રહી હતી. પરંતુ લગભગ 9 વર્ષ પછી વેલેન્ટાઈનના દિવસે સનમ તેરી કસમને ફરીથી રિલીઝ કરવામાં આવી છે અને આ વખતે ફિલ્મને લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. મેકર્સે રી- રિલીઝનું ઓપનિંગ ડેનો કલેક્શન રિપોર્ટ શેર કર્યો છે.

મેકર્સના જણાવ્યા અનુસાર સનમ તેરી કસમ ફિલ્મે શુક્રવાર 7 ફેબ્રુઆરીના રોજ ભારતીય બોક્સ ઓફિસ પર 5.14 કરોડ રુપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મ 5 ફેબ્રુઆરી 2016ના રોજ રિલીઝ થઈ હતી. ત્યારે આ ફિલ્મે પહેલા દિવસે 1.20 લાખ રુપિયાની કમાણી કરી હતી.

બડાસ રવિકુમારનું ઓપનિંગ ડે કલેક્શન

સૈકનિલ્કના જણાવ્યા અનુસાર, હિમેશની એક્શન મ્યુઝિકલ ફિલ્મ તેની આશાઓથી વધારે પ્રદર્શન કર્યું છે. બડાસ રવિકુમારની પહેલા દિવસની 2.75 કરોડ રુપિયાની કમાણી કરી હતી. પ્રોડક્શને દાવો કર્યો હતો કે, ફિલ્મે 3 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી છે.

લવયાપાનું પહેલા દિવસનું કલેક્શન

જુનૈદ ખાન અને ખુશી કપૂરની રોમેન્ટિક કોમેડી લવયાપાની શરુઆત સારી રહી નહોતી. આલોચકોની સકારાત્મક પ્રતિક્રિયા હોવા છતા અદ્વૈત ચંદન નિર્દેશિત આ ફિલ્મે શુક્રવારે ફક્ત 1.25 કરોડની જ કમાણી કરી છે.

સનમ તેરી કસમનું પ્રી-સેલ

સનમ તેરી કસમના પહેલા દિવસે પ્રી-સેલમાં 67,000 ટિકિટ વેચાઈ ગઈ. આ રોમેન્ટિક ફિલ્મના શો બે દિવસમાં વધ્યા. વેલેન્ટાઇન ડે સપ્તાહને કારણે, આગામી દિવસોમાં ફરીથી રિલીઝ થવાથી વધુ લાભ મળી શકે છે.

આ પણ વાંચો:

  1. કચ્છના લખપતમાં પહેલીવાર સાઉથની ફિલ્મનું શૂટિંગ, સુપરસ્ટાર એક્ટર સાથે આખી ટીમ ગુજરાતમાં
  2. જો આ રીતે પ્રપોઝ કરશો તો તમને રિજેક્શન નહીં મળે, બોલિવૂડ ફિલ્મોના આ 5 આઇકોનિક સીન જુઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.