મોરબીમાં કારખાનેદારને મરવા મજબૂર કરનાર છ વ્યાજખોરોની ધરપકડ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લાના શનાળા ગામના રહેતા દિલીપ પાડલીયા નામના કારખાનેદારના આપઘાતના બનાવ મામલે મૃતકના પત્ની મીતાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પતિને લેથના કારખાનામાં ઉધારે પૈસા લીધા હતા. વ્યાજખોરોને અનેકવાર સમજાવ્યાં બાદ પણ તેઓ વારંવાર ઉઘરાણી કરવામાં આવતા હતા. એટલે કંટાળીને તેના પતિએ આપઘાત કર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને છ લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.