મોરબીમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે છ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું - Six Day Workshop for Morbi
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5057363-thumbnail-3x2-morbi.jpg)
મોરબી : જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી મોરબી અને ટીટીસી એકેડમી રાજકોટ દ્વારા મોરબી ખાતે બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાના ઉમેદવારો માટે 7 થી 12 નવેમ્બર સુધી ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રી વર્કશોપમાં નિષ્ણાંતો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો મોંઘી ફી ભરીને કલાસીસનો લાભ લઇ શકતા ન હોય તેવા ઉમેદવારોને પરીક્ષા પૂર્વે સચોટ માહિતી અને માર્ગદર્શન મળ્યું હતું.