સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંઘ તમંગ SOUની મુલાકાતે - સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંગ તમંગ
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંઘ તમંગ પોતાના રાજ્યના મંત્રીમંડલ અને અધિકારીઓના 120 જેટલા ડેલીગેશન સાથે કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમને સ્ટેટગેસ્ટ તરીકે સંપૂર્ણ સુવિધા પૂરી પાડી હતી. સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંઘ તમંગે જણાવ્યું હતું કે ઐતિહાસિક દાંડી યાત્રાના કાર્યક્રમમાં તેઓ આવ્યા હતા. ત્યારબાદ રવિવારે તેઓ કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. તેમને જણાવ્યું હતુ કે કેવડિયાનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો તે ખૂબ સારું કહેવાય, એકતાનું પ્રતીક છે. કેમકે સિક્કિમ તેમનું રાજ્ય પણ પ્રવાસન પર નિર્ભર છે અને લોકો ગુજરાત રાજ્યમાંથી આવે છે એટલે તેઓ ગુજરાતનું ટુરિઝમ જોવા આવ્યા છે. તેમના ડેલીગેશનમાં સંસ્કૃતિ અને પ્રવાસનના વિદ્યાર્થી પણ સાથે આવ્યા છે.