ETV Bharat / state

સંઘપ્રદેશની દમણગંગા નદીમાં અચાનક પાણીનો રંગ બદલાયો, સાંસદ તાત્કાલિક દોડી આવ્યા - DAMAN GANGA RIVER

દમણમાં બે દિવસ પહેલા પાણીનો રંગ બદલાઈ જતા સાંસદ ઉમેષ પટેલે વાપીના સીટીપી આઉટલેટ પાસેથી પાણીના સેમ્પલો તપાસ સાથે મોકલ્યા છે.

દમણગંગા નદીમાં પાણીનો રંગ બદલાયો
દમણગંગા નદીમાં પાણીનો રંગ બદલાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 7:16 PM IST

વાપી-દમણ: સેલવાસથી લઈને દમણના દરિયા સુધી વહેતી દમણ ગંગા નદી વાપીમાંથી પસાર થાય છે. એ જ નદી આગળ જતા દમણના દરિયાને મળે છે અને વાપી ઔદ્યોગિક કંપનીના સીએટીપીનું રિસાયકલ કરેલું પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે અનેક વખત દમણ ગંગા નદીનો રંગ બદલાઈ જતો હોય છે. ત્યારે દમણમાં બે દિવસ પહેલા પાણીનો રંગ બદલાઈ જતા સાંસદ ઉમેષ પટેલે વાપીના સીટીપી આઉટલેટ પાસેથી પાણીના સેમ્પલો તપાસ સાથે મોકલ્યા છે. એટલું જ નહીં દમણના પણ કેટલાક વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લઈને મુંબઈની લેબોરેટરીમાં સેમ્પલો મોકલાવ્યા છે.

દમણગંગા નદીમાં પાણીનો રંગ બદલાયો (ETV Bharat Gujarat)

સાડા ત્રણ હજાર કંપનીનું પાણી સીટીપી મારફતે દમણગંગા નદીમાં ઠલવાય છે
વાપીમાં આવેલી મોટામાં મોટી ઔદ્યોગિક કંપનીઓનું પાણી CATPમાં લાવ્યા બાદ રિસાયકલ કરી દમણ ગંગા નદીમાં ઠાલવવામાં આવતું હોવાનું કહેવાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે સીએટીપીના આઉટલેટ પાસે વિવિધ રંગો વાળું પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, તે જોતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. દમણના સાંસદ ઉમેશ પટેલ દ્વારા વાપીના સીઈટીપી આઉટલેટ પાસે તેમજ કાચી ગામ બ્રિજ નજીક અને પાતળિયા પાસેથી વહેતી નદીના પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. તેમણે દમણ ગંગા નદી કિનારે આવેલા વાપી નજીકના નામધા પાસેના કચરાના ડમ્પીંગ સાઈટની પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું છે કે, નદીમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે અને રંગ બદલાઈ રહ્યો છે તે જોતાં નદીમાં કેમિકલ છોડાઈ રહ્યું હોવાનું તેમણે દાવો કર્યો છે.

દમણગંગા નદીમાં પાણીનો રંગ બદલાયો
દમણગંગા નદીમાં પાણીનો રંગ બદલાયો (ETV Bharat Gujarat)

સેમ્પલમાં કેમિકલ આવશે તો સમગ્ર મુદ્દો પાર્લામેન્ટમાં લઈ જવાશે
સાંસદ ઉમેષ પટેલે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જે રીતે સેમ્પલો લઈને મુંબઈની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, એના રિપોર્ટમાં જો કોઈપણ સેમ્પલોમાં કેમિકલ આવશે. તો આગામી સમયમાં આ સમગ્ર મુદ્દો તેઓ દિલ્હી પાર્લામેન્ટમાં લઈ જશે અને નદીમાં કેમિકલ છોડનારી કોઈપણ કંપની હોય તો તે તમામ કંપનીઓ સામે સીલ મારવા સુધીની કાર્યવાહી કરતા ખચકાશે નહીં.

દરિયાના પાણી પણ દૂષિત બન્યા
જે રીતે નદીનું પાણી કેમિકલ યુક્ત બની દરિયામાં આવી રહ્યું છે તે જોતા દમણના દરિયાના કેટલાક વિસ્તારનું પાણી પણ દૂષિત થઈ રહ્યું છે અને તેની સીધી અસર જળ સૃષ્ટિને પડી રહી છે. દરિયામાં માછીમારી કરતાં માછીમારોને પણ તેમના વ્યવસાયમાં સીધી અસર પડી રહી છે. તેઓને કેમિકલ યુક્ત દરિયો બનતા નજીકના વિસ્તારમાં માછલીઓ મળતી નથી જેના કારણે તેમને દરિયો ઊંડે સુધી ખેડવા પડી રહ્યો છે.

દમણના કેટલાક ગામોમાં હેન્ડ પંપમાં પાણી પીવા લાયક નથી રહ્યા
સાંસદ ઉમેષ પટેલે જણાવ્યું કે, દમણની આસપાસના કેટલાક એવા પણ ગામો છે, જ્યાં હેન્ડ પંપમાં પાણી પીવા લાયક રહ્યા નથી. તેમજ લોકોને ચામડીના રોગોની સમસ્યા ઉદભવી રહી છે સાથે જ આ કેમિકલ યુક્ત પાણી પીવાના કારણે તેઓના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થઈ રહ્યો છે. આ સમગ્ર બાબતને જોતા તેમણે નક્કી કર્યું છે કે દમણના લોકોને પીવાનું શુદ્ધ પાણી અને હવા મળે તે માટે તેઓ કટિબદ્ધ બન્યા છે અને કામગીરી શરૂ કરી છે.

આમ દમણના સાંસદ દ્વારા પર્યાવરણ દૂષિત કરનારા તત્વો સામે એક મુહિમ ઉઠાવી પ્રથમ પહેલ કરી છે. અને કેટલીક જગ્યા ઉપરથી પાણીના સેમ્પલો લઈને તપાસ સાથે મોકલવામાં આવ્યા છે. જે બાદ તેઓ આગામી દિવસમાં દોષિતો સામે કાર્યવાહી કરવા માટે પાર્લામેન્ટ સુધીના દરવાજા ખખડાવશે.

આ પણ વાંચો:

  1. "લે ખા.. કેટલી હરામની કમાઈ ખાઈશ" ભષ્ટ્ર સરકારી બાબુ પર લોકોએ ફેંકી 200-500ની નોટો
  2. બનાસનું રાજકારણ: સાંસદ ગેનીબેનનું ઓગડ જિલ્લાને સમર્થન, સરકારની મુશ્કેલીઓ ચોક્કસ વધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.