હૈદરાબાદ : વિજયનગરમના સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ માર્ગદર્શી ચિટ્સ ફંડ અંગે YSRCP સાંસદ મિથુન રેડ્ડીના આરોપોને "ખોટા અને ભ્રામક" ગણાવી ફગાવી દીધા હતા. સાંસદ કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ જણાવ્યું કે, તેઓ 1995માં 50 હજાર રૂપિયાના પ્રથમ પગાર સાથે માર્ગદર્શી ચિટ્સ ફંડના સબસ્ક્રાઇબર બન્યા હતા. વર્ષ 1996 માં ચિટમાંથી મળેલા નાણાંનો ઉપયોગ ખેતીની જમીન ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
માર્ગદર્શી વિશ્વાસુ નામ : TDP સાંસદે 2006નો આવો જ એક વિવાદ યાદ કર્યો, જ્યારે માર્ગદર્શીને બદનામ કરવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. શ્રીકાકુલમ જિલ્લામાં તત્કાલીન કોંગ્રેસ સરકારના સમર્થકો સહિત હજારો લોકોએ સંગઠનના સમર્થનમાં રેલી કાઢી હતી. ખોટા આરોપો છતાં માર્ગદર્શી લોકોમાં વિશ્વાસુ નામ છે. કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ કહ્યું કે, માર્ગદર્શન વિશ્વાસ પર આધારિત છે. સાથે જ YSRCP નેતાઓ પર "ઈનાડુ અને માર્ગદર્શી" જેવી સંસ્થાઓની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો.
![ફાઈલ ફોટો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23534764_1_aspera.jpg)
એક કરોડ કાર્યકરો બન્યા : વિજયનગરમના સાંસદે એક કરોડથી વધુ લોકો પાર્ટીમાં જોડાયા હોવાની જાહેરાત કરીને TDP માટે એક મોટી સિદ્ધિની ઉજવણી કરી હતી. સાથે જ તેલંગાણા અને આંધ્ર પ્રદેશ ઉપરાંત આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી સભ્યપદ અભિયાનને વિસ્તારવાની યોજના જાહેર કરતા સાંસદ કાલીસેટ્ટીએ કહ્યું કે, મે 2025 માં કડપ્પામાં 'TDP મહાનાડુ'નું આયોજન કરવામાં આવશે. ઉપરાંત નારા લોકેશના નેતૃત્વ પર સંતોષ વ્યક્ત કર્યો, જેના હેઠળ પાર્ટીએ એક કરોડથી વધુ લોકોને પાર્ટીમાં જોડ્યા.
નારા લોકેશની પ્રશંસા : સાંસદ કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ કહ્યું કે, લોકેશ આંધ્ર પ્રદેશના હિતો અને વિકાસને આગળ વધારવા માટે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે સક્રિય રીતે વાતચીત કરી રહ્યા છે. શાસનના મુદ્દા પર કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ તથા અનેક પડકારો છતાં આંધ્રપ્રદેશમાં વિકાસને વેગ આપવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી.
જગન મોહન રેડ્ડી પર કટાક્ષ : સાંસદ કાલિસેટ્ટી નાયડુએ અગાઉની YSRCP સરકાર પર તેના પાંચ વર્ષના શાસન દરમિયાન રાજ્યના સંસાધનોની ગેરવહીવટ અને લૂંટનો આરોપ લગાવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે TDPના નેતૃત્વમાં અમરાવતી અને રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે. કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ YSRCP વડા વાયએસ જગન મોહન રેડ્ડીના 30 વર્ષ સુધી મુખ્યપ્રધાન હોવાના દાવા પર કટાક્ષ કર્યો અને નિવેદનને "હાસ્યાસ્પદ" ગણાવ્યું.