ગુરૂપુર્ણિમાના તહેવારે ભવનાથમાં ગુરૂ-શિષ્યની પરંપરા નિભાવવા માટે ભક્તજનો તૈયાર - Bhavnath
🎬 Watch Now: Feature Video

જૂનાગઢઃ ગુરૂપુર્ણિમાના પાવન પર્વે ભવનાથમાં આવેલા આશ્રમમાં ગુરૂ-શિષ્યની પરંપરાને ઉજાગર કરવા માટે ભક્તજનો તૈયાર બની રહ્યા છે. આદિ-અનાદિ કાળથી ચાલતી આવતી ગુરૂ-શિષ્યની પરંપરા અને તેના પર રચવામાં આવેલી ભારતીય સંસ્કૃતિ આજે પણ કાયમ જોવા મળે છે. ગુરૂ અને શિષ્યના સંબંધો કોઈપણ વ્યક્તિ માટે મહત્વના હોય છે. ત્યારે જે દેશની સંસ્કૃતિ ગુરૂ-શિષ્યની પરંપરાને આધીન હોય તેવા આપણા ભારતમાં ગુરૂપૂર્ણિમાના તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ જૂનાગઢના ભવનાથમાં આવેલા ગોરખનાથ આશ્રમમાં હજારોની સંખ્યામાં શેરનાથ બાપુના સેવકો આ દિવસે ખાસ હાજરી આપે છે. આ સેવકો માટે 365 દિવસ અને 24 કલાક વિનામુલ્યે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.