ભાવનગરમાં પટ્ટાવાળાને હટાવવા આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ - Bhavnagar Collector Office
🎬 Watch Now: Feature Video

ભાવનગરઃ કલેકટર કચેરીમાં પટ્ટાવાળાની નોકરી કરતા કર્મચારીને છુટ્ટા કરવા માટે વડવાના શખસે ચીમકી ઉચ્ચારી છે. તેથી ભાવનગર ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર કલેકટર કચેરીએ ગોઠવાઈ ગયું હતુ. આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર મનજીભાઈ રૂડાભાઈ મારુંએ એવા કારણ હેઠળ ચીમકી ઉચ્ચારી છે કે કલેકટર કચેરીમાં પટ્ટાવાળાનું કામ કરતા ઉમેશભાઈ નામના વ્યક્તિને હટાવવામાં આવે. હવે, પટ્ટાવાળાને હટાવવા બાબતે શા માટે અરજી કરી તેને પગલે અનેક ચર્ચાઓ જાગી છે.