વાપીમાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાનિ નહીં - વાપીમાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 18, 2019, 12:58 AM IST

વાપઃ શહેરમાં છરવાડા માર્ગ પર એક સ્કૂલ બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બસમાં કોઇ વિદ્યાર્થી ન હોવાને કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ કારમાં મોટાપાયે નુકસાન થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક અને બસ ડ્રાઇવર વચ્ચે નુકસાનીની બોલાચાલી થઇ હતી. જે દરમિયાન માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરી માર્ગ પર વાહનોની અવર-જવર શરૂ કરાવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.