અંબાજી: માનસરોવરમાં ભૈરવજીના મંદિરે સાધકો દ્વારા સાત્વીક ધાર્મીક ક્રિયા કરવામાં આવી - બનાસકાંઠામાં સાત્વીક ક્રિયા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9547528-thumbnail-3x2-m.jpg)
બનાસકાંઠા: દિવાળીના તહેવારોમાં સાધના અને ઉપાસક કરનારા લોકો માટે કાળી ચૌદશનું વિશેષ મહત્વ છે. જેથી કાળી ચૌદશના દિવસે તાંત્રીક વિદ્યા કરનારા સાધકો સ્મશાન, હનુમાનજીના મંદિર અને ભૈરવજીના મંદિરે તાંત્રીક વિદ્યાઓની સાધના કરતાં હોય છે. જેમાં સાત્વીક, રજસ અને તામસ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. જેથી શનિવારે રાત્રીએ અંબાજીના માનસરોવરમાં ભૈરવજીના મંદિરે સાધકો દ્વારા સાત્વીક ધાર્મીક ક્રિયા કરવામાં આવી હતી. રાત્રીના 12 કલાકે આ વિધી શરુ થતી હોય છે. જો કે, સાધકોના મતે તાંત્રીક વિદ્યામાં રજસ અને તામસ જેવી સાધના કેટલાક લોકોને નુકસાન સાબીત થતી હોય છે. જેથી સાત્વીક ક્રિયા લોક હિતાર્થે અને સ્વહિતાર્થે કરવામાં આવતી હોય છે.