ડ્રોનની સીધી બાજ નજર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ પર - Statue of unity drown camera
🎬 Watch Now: Feature Video

ગાંધીનગરઃ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં કેન્દ્ર સરકારના અનેક પ્રધાનો અને વીઆઇપી મહેમાનો કેવડીયા કોલોનીની મુલાકાતે આવી રહ્યા છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક વર્ષમાં બે વખત કેવડીયા કોલોનીની મુલાકાત લીધી છે. રાજ્ય સરકારના કાર્યક્રમ તથા રાષ્ટ્રીય કક્ષાના મહત્વના કાર્યક્રમનું આયોજન કેવડીયા કોલોની ખાતે થાય છે, ત્યારે સુરક્ષાની દૃષ્ટિને ધ્યાનમાં લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સાત જેટલા હાઇટેક ડ્રોનની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમની સુરક્ષા અને સંવેદનશીલતાને પગલે હવાઈ સર્વેલન્સ કરવામાં આવશે. જેમાં રાજ્યના ગૃહ ખાતા દ્વારા 7 નવા હાઈ ટેક ડ્રોન ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન - સીએમ અને વિવિઆઈપીના કાર્યક્રમનું આયોજન કેવડિયા કોલોની ખાતે જ કરવામાં આવે છે, ત્યારે સર્વેલન્સમાં કોઈ ખામી ન રહી જાય અને 360 ડિગ્રી સુધીનું સર્વેલન્સ કરી શકાય તે માટે 7 જેટલા હાઈ ટેક મદદ લેવાશે. હાલ રાજ્ય સરકાર 6 ડ્રોનની મદદથી વિવિધડ્રોન ખરીદી કરવામાં આવશે. જ્યારે રાજ્યમાં થતા મોટા લોકમેળા-રથયાત્રા જેવા ધાર્મિક ઉત્સવ દરમિયાન પણ સર્વેલન્સ માટે હાઈ ટેક ડ્રોનની જગ્યાએ જરૂરિયાત મુજબનું કામ કરી રહ્યું છે.