પાટણનું સહસ્ત્રલીંગ તળાવ મૃતપ્રાય અવસ્થામાં...
🎬 Watch Now: Feature Video
પાટણઃ પાટણ તેના પટોળા અને વર્લ્ડ હેરીટેઝ રાણીની વાવને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ રાણીની વાવથી માત્ર અડધો કિલોમીટરના અંતરે આવેલું બીજુ એક ઐતહાસિક સ્થળ એવું છે. જે આજે પણ વિકાસથી વંચિત છે. સરકારની બેદરકારી કહોં કે ઉદાસીનતા....અદભુદ કળા અને સ્થાપત્યત ધરાવતું પાટણનું સહસ્ત્રલીંગ તળાવ આજે મૃતપ્રાય અવસ્થામાં જઇ રહ્યું છે. સોલંકી વંશના ચક્રવતી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહે પાટણની સરસ્વતી નદીના કિનારે 105 એકરમાં નિર્માણ કરેલ સરોવરની આસપાસ 1000 મનમોહક શિવલીંગની સ્થાપના કરી હતી. જેથી આ સરોવર સહસ્ત્રલિંગના નામે ઓળખાયું. દરરોજ રાજા સિદ્ધરાજ એક શિવ મંદિરમાં ઘંટનાદ કરતા જ સમગ્ર સરોવરમાં એક સાથે ૧૦૦૦ શિવ મંદિરોમાં ઘંટનાદ થતો અને સમગ્ર વાતાવરણ અલૌકિક બની જતું હતું.