સુરતના ટકારમા ગામે ATMમાંથી 7 લાખથી વધુ રૂપિયાની ચોરી - ચોરી
🎬 Watch Now: Feature Video

સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના ટકારમા ગામે ચોરીની ઘટના બની હતી. મોડી રાત્રે એક વાગ્યાના સમયગાળામાં ત્રણ જેટલા તસ્કરોએ ડિસ્ટ્રીકટ બેન્કના એટીએમ તોડી કુલ 7,44,100 રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા. ત્રિકમ લઈને આવેલા આ ત્રણ ઇસમોએ પહેલા એટીએમને બહાર કાઢ્યું હતું, ત્યારબાદ તેને તોડી તેમાંથી કેશ પ્લેટો કાઢી દુર નહેર પર લઇ ગયા હતા. નેહર પર તેમને ત્રિકમથી કેશ પ્લેટ તોડી તેમાંથી રોકડ રકમ લઇ ફરાર થયા હતા. હાલ ચોરી કરવા આવેલા આ તસ્કરો એટીએમના સીસીટીવીમાં કેદ થયા છે. ચોરી થયેલા ઘટના સ્થળે ડીવાયએસપી,સુરત જિલ્લા એલસીબી અને એસઓજી તેમજ ડોગ સ્કવોડની ટીમે પહોંચી તપાસ હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે, આ એટીએમ મશીન પાસે કોઈ વોચમેન તૈનાત કરવામાં આવ્યો નથી. હાલ તો પોલીસ સીસીટીવી અને ફિંગરપ્રિન્ટના આધારે આગળ તપાસ હાથ ધરી રહી છે.