સુરતમાં રોમિયોએ યુવતીની છેડતી કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 2, 2020, 8:24 PM IST

સુરત: ઉધના વિસ્તારમાં આવેલી મીરાનગર સોસાયટી પાસેથી એક યુવતી બપોરના સમયે પસાર થઈ રહી હતી તે દરમિયાન રોમિયો દ્વારા યુવતીની છેડતી કરી તેને હેરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બુમાબુમ કરતાં સ્થાનિક લોકો એકઠા થયા હતા. લોકોએ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે આસપાસના લોકોએ પણ પોતાના હાથ સાફ કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ મામલો થાળે પાડ્યો હતો. પોલીસ પેટ્રોલીંગ વચ્ચે આવી ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.