નડિયાદમાં વર્ગ-3ના મહેસુલ કર્મચારીઓના ધરણા - માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ
🎬 Watch Now: Feature Video
નડિયાદ: નડિયાદ ખાતે ખેડા જિલ્લાના વર્ગ-૩ના મહેસુલ કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી રેલી યોજી કલેકટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના વર્ગ-3ના મહેસુલ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા હતા. જેમાં ખેડા જિલ્લાના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા હતા. ખેડા જિલ્લા સેવા સદનના વર્ગ-3ના કર્મચારીઓએ રેલી યોજી ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જિલ્લાના 10 તાલુકાના વર્ગ-3ના કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારીઓએ પ્રમોશન, 7માં પગારપંચના બાકી ભથ્થા, જેવી વિવિધ 17 માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.