Ravi crop Mehsana: મહેસાણામાં 2022માં રવિપાકનું 1.87 લાખ હેકટરમાં કરાયું વાવેતર - Agriculture Department
🎬 Watch Now: Feature Video
ખેતીપ્રધાન મહેસાણા જિલ્લામાં ચાલુ રવિ સીઝનમાં (Ravi crop in mehsana) ગત વર્ષની સરખામણીએ 10 ટકા વધુ વાવેતર નોંધાયું છે. જિલ્લામાં સરેરાશ 1.70 થી 1.80 લાખ હેકટર વાવેતર સામે ચાલુ સીઝનમાં 1.87 લાખ હેકટરમાં રાયડો, ઘઉં, શાકભાજી અને ઘાસચારો સહિત અનાજ અને તેલીબિયાં પાકોનું સારું ઉત્પાદન થવા પામ્યું છે. ચાલુ સીઝનમાં કમોસમી વરસાદ (Non seasonal rain In gujarat) અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેતી અને ખેતીના પાકોને નુકશાન થવાની આશંકાઓ સેવાઈ હતી. જોકે વધુ ન પડતા વરસાદ મોટું નુકસાન થતા અટક્યું છે, જ્યારે વાદળછાયા વાતાવરણને કારણે ફૂગજન્ય રોગ અને જીવાત થવાની સંભાવના હોઈ જે ખેડૂતને પોતાના પાક પર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે તો ખેતીવાડી વિભાગ (Agriculture Department) દ્વારા જાહેર કરાયેલા 1551 હેલ્પ લાઇન નંબર અને સ્થાનિક ખેતીવાડી વિભાગનો સંપર્ક કરી પાકની માવજત માટેનું માર્ગદર્શન મેળવવા અપીલ કરાઈ છે.