યાત્રાધામ અંબાજી ખાતે રથયાત્રા મોકૂફ રખાઈ - બનાસકાંઠામાં રથયાત્રા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7737335-thumbnail-3x2-m.jpg)
બનાસકાંઠાઃ સમગ્ર ભારતમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવતી હોય છે, પરંતુ કોરોનાની મહામારીના કારણે સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં રથયાત્રા યોજવામાં આવી નથી. આ અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે પણ રથયાત્રા મોકૂફ રખાઈ છે. રથયાત્રા મોકૂફ રહેવાથી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના કાર્યકર્તાઓએ માનસરોવર પાસે આવેલા રાધાક્રૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી. ત્યારબાદ સમિતિએ ભગવાન જગન્નાથજી માથે ઉપાડી મંદિરની પ્રદક્ષીણા કરીને અષાઢી બીજના પર્વની ઉજવણી કરી હતી.