કેશુબાપાના નિધન પર શોક: સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય લલિત વસોયાએ દુઃખની લાગણી વ્યક્ત કરી - Lalitbhai Vasoya pay tribute
🎬 Watch Now: Feature Video

રાજકોટ : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું આજે 92 વર્ષની વયે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી છે. પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને ધોરાજી, ઉપલેટા કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.