જેતપુરમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા પ્રમુખની આગેવાની હેઠળ રેલીનું આયોજન, પોલીસે કરી અટકાયત

By

Published : Sep 8, 2020, 5:34 PM IST

thumbnail
રાજકોટઃ જિલ્લાના જેતપુરમાં રેલીના આયોજન અંગે કોંગ્રેસે પોલીસ પાસેથી મંજૂરી માંગી હતી. પરંતુ પોલીસ દ્વારા મંજૂરી ન આપવા છતાં મહિલા કોંગ્રેસ રેલી બાબતે અડગ રહી આજે મંગળવારે મહિલાઓનું જૂથ શહેરના જુના સર્કિટ હાઉસ ખાતે એકઠું થયું હતું. કોંગ્રેસ રેલીની જાણ પોલીસને પહેલેથી જ હોવાથી સમગ્ર ડિવિઝનની મહિલા પોલીસ કર્મીઓનો કાફલો શહેરના ચોકે-ચોકે ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ મહિલાઓ જ્યાંથી રેલીનું પ્રસ્થાન કરવાની હતી ત્યાં જુના સર્કિટ હાઉસ ખાતે પોલીસે ઘેરાબંધી કરી હતી. ઉપરાંત રેલી આગળ વધે તે પહેલાં જ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી તેમજ કોંગ્રેસની મુખ્ય પાંચ મહિલા આગેવાનોએ જેતપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.