વડોદરા ખાતે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 'નો પ્લાસ્ટિક યુઝ' માટે યોજાઇ રેલી - નો પ્લાસ્ટિક યુઝ' માટે યોજાઇ રેલી
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ ગાંધી જયંતી150 ની ઉજવણીના ભાગરૂપે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં વડોદરા શહેરના કમાટીબાગ ખાતેથી એક રેલીનું આયોજન કરાયુ હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. મેયરે રેલીનું ફ્લેગઓફ કરાવ્યું હતું. શહેરમાં ગાંધી જ્યંતી નિમિત્તે ઠેર ઠેર રેલી અને સ્વાચ્છતા અભિયાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાવલીની કે જે આઇટી કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના સંદેશ સાથે પદયાત્રા કરી રેલી યોજી હતી. આ પ્રસંગે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને કોલેજ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.