રાજપૂત કરણી સેના ગોધરાએ એટ્રોસીટીની ફરિયાદ અંગે આવેદન અપાયું - latest news of panchmahal godhra
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5634237-thumbnail-3x2-ddddddd.jpg)
પંચમહાલ: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મધ્ય ગુજરાત પ્રભારી તેમજ વડોદરા જિલ્લા અધ્યક્ષના નેજા હેઠળ મોરવા હડફ તાલુકાના વંદેલી ગામના ગ્રામજનોએ પંચમહાલ જિલ્લા કલેકટરને તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી રજૂઆત કરી હતી કે, વંદેલી ગામમાં સસ્તા અનાજની દુકાન પર પૂરતો જથ્થો ન મળવાના કારણે એક દુકાનનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. જે બાદ આ મામલે વંદેલી ગામે આવેલી બીજી સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓ દ્વારા પૂરતા અનાજના જથ્થાની માંગણી કરતા દુકાન સંચાલક દ્વારા એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેમાં તેની સંપૂર્ણ તપાસ કરવાની માગ સાથે રાજપૂત કરણી સેના દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.