રાજકોટના યુવાને ચાઈનાની કારનું બુકિંગ રદ કરાવ્યું - રાજકોટમાં ચાઈનાની કારનું બુકિંગ કેન્સલ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ભારત-ચીનની સરહદે ભારતના 20 જેટલા જવાનો શહીદ થયા છે, ત્યારે સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો છે. ભારતના મોટાભાગના સંગઠનો દ્વારા ચાઈનાની ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા અને રાજકોટમાં રહેતા યુવાન મયુરધ્વજસિંહ ઝાલાએ રૂપિયા 19 લાખની ચાઈનીઝ કારનું બુકિંગ કરાવ્યું હતું, પરંતુ ભારત-ચીન સરહદ વિવાદના કારણે આ યુવાને કારનું બુકિંગ રદ કરાવ્યું છે.