રાજકોટ પોલીસે લાઈવ બેન્ડ સાથે નરેશ-મહેશને આપી શ્રદ્ધાંજલિ - Rajkot Police pays tribute
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગુજરાતી ફિલ્મ જગતના બે દિગ્ગજ કલાકારોએ વિદાય લીધી છે. જેમાં મહેશ કનોડિયાના નિધન બાદ મંગળવારે મેગાસ્ટાર નરેશ કનોડિયાનું પણ દુઃખદ અવસાન થયું છે. આ અંતર્ગત રાજકોટ પોલીસ અને SRP ગૃપ 13ના જવાનો દ્વારા બન્ને દિગ્ગજ કલાકારોને લાઈવ બેન્ડના પરફોર્મન્સ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 31 ઓક્ટોબર સુધી દેશની રક્ષાકાજે શહીદ થયેલા જવાનોને અવનવા કાર્યક્રમના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવા માટે પોલીસ દ્વારા 31 ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.