#HappyWomensDay : રાજકોટ પોલીસ કમિશ્નરે અંબાની લીધી મુલાકાત - રાજકોટ પોલીસ કમિશ્નર
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ આજે મહિલા વિશ્વ દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ખાનગી હોસ્પિટલમાં દાખલ અંબાની ખબર-અંતર પૂછવા માટે મુલાકાત કરવામાં આવી હતી. અંબા નામની બાળકીની તબિયતમાં હાલ સુધારો આવી રહ્યો છે, પરંતુ તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં હજૂ થોડો સમય લાગશે. અંબા સ્વસ્થ થયા બાદ તેનો કબ્જો કાઠિયાવાડ બાલાશ્રમ દ્વારા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ બાળકી 13 દિવસ અગાઉ રાજકોટની ભાગોળે આવેલા ખેબચડા ગામની સીમમાંથી મળી આવી હતી. આ સમયે અંબા માત્ર 4 જ દિવસની હતી, ત્યારે તેની તબિયત ખુબ જ નાજુક હતી. જે બાદ તાત્કાલિક યોગ્ય સારવાર મળતા તેની તબિયતમાં ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે.