રાજકોટ NSUIએ ફી મુદ્દે DEO કચેરીમાં કર્યો હોબાળો, પોલીસે કરી અટકાયત
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ NSUI દ્વારા શનિવારે ફરી ફી મુદ્દે DEO કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ રજૂઆત દરમિયાન મામલો વધુ ઉગ્ર બનતાં પોલીસે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. રાજકોટ NSUI દ્વારા 6 મહિનાની ફી માફ કરવા અંગે DEOને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કચેરીમાં હોબાળો મચાવીને ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને લઇને કચેરી ખાતે પોલીસ દોડી આવી હતી અને NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ફી અંગે દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેમાં મોદી સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જેને લઈને રાજકોટ DEO દ્વારા મોદી સ્કૂલને રૂપિયા 2 લાખનો દંડ અને તેના વિવિધ 13 જેટલા વર્ગો પણ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.