રાજકોટમાં બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવા વિદ્યાર્થીઓની માગ - સુરેન્દ્રનગરમાં બીન સચિવાલય કલાર્કની પરીક્ષાનું પેપર થયું લીક
🎬 Watch Now: Feature Video
રાજકોટ: તાજેતરમાં બિન સચિવાલય કલાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષા દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં ગેરરીતિ થઈ હોવાનો કેટલાક ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. જ્યારે પરીક્ષા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં પેપરના કવરનું સીલ તૂટેલું હોવાનું સામે આવ્યું છે. જેથી સરકારી નોકરી મેળવવા માટેની તૈયારીઓ કરતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજકોટમાં પણ પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂવારે બિન સચિવાલયના કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જે મુદ્દે રાજકોટના વિદ્યાર્થીઓએ સમર્થન આપ્યું છે.
Last Updated : Nov 21, 2019, 9:25 PM IST